Category Archives: News cutting

એક સુબહ …(શંકર)જયકિશન કે નામ !!

« જીવાતા સંબંધજંપ્યા વિના »

એક સુબહ …(શંકર)જયકિશન કે નામ !!

નવેમ્બર 12, 2009 Deepali દ્વારા     

નેટની દુનિયામા વિહાર કરતા ગઇકાલે રાત્રે ફેસબુકમાં મિત્ર દિપાલી સોમૈયાની પ્રોફાઇલ વિઝિટ કરતાં જાણવા મળ્યુ કે “સા-રે-ગ-મ-પ” માં ત્રણ ગુજરાતી ગાયકો સેમિફાઇન સુધી પહોંચ્યા છે. આનંદ થયો. સાથે સાથે આ જ વાત પર દિલીપ મહેતા સાથે ધણી ચર્ચા થઇ. નૌશાદ તેમજ શંકર-જયકિશન કેન્દ્રમાં હતા. ચર્ચા રાષ્ટ્રવાદ તથા બીજા રીલેટેડ ટોપીક પર ચાલતી હતી પરંતુ ફરી ક્યારેક. કંઇક નવું જાણવા મળે પછી એ વિશે વધારે જાણકારી મેળવવા હું કાયમ તત્પર હોઉં છુ. બસ આ જ વિચારો સાથે બે-પાંચ આર્ટીકલ વાંચ્યા. Interesting ….

મુળ ગુજરાતી એવા જયકિશન વિશે આટલી બધી ખબર ન હતી. એક  સંગીતકાર તરીકેની ઓળખાણએ આજે “એક ગુજરાતી”તરીકેનું વિશિષ્ટ સ્થાન લીધુ.

આજથી 40 વર્ષ પહેલા, સન 1968માં ભારતીય શાસ્ત્રીય સંગીત અને વેસ્ટર્ન મ્યુઝિકનુ fusion કરીને “RAGA JAZZ Style” નામનો concept પૂરો પાડનાર સૌ પ્રથમ વ્યક્તિ એટલે જયકિશન. અને એ પણ ભારતમા. આ પહેલા આવુ fusion ઉસ્તાદ રવિશંકરે કર્યુ હતુ પણ તે અમેરિકામાં. આ સમયે ફિલ્મ ઉધોગના સંગીતકારો કોઇ કારણોસર હડતાલ પર હતા. બધા જ સંગીતકારો ઘરે બેઠા હતા…આવામાં HMV ના શ્રી વિજયકિશોર દુબેના મનમાં એક પરિકલ્પનાનો જન્મ થયો અને તેમને આ વિશે શંકર-જયકિશનને વાત કરી. શંકરજીને આ વાત બહુ જામી નહી તેથી તેમને વિરોધ કર્યો. જયકિશને આ વાત યોગ્ય લાગી, તેઓએ શંકરજીના વિરોધ છતાં આ ચેલેંજ ઉપાડી લીધો અને કઇક ક્રીએટીવ કરવાનું નક્કી કર્યુ. આ વાતને સ્વીકારી લીધા બાદ તેમની આખી ટીમ કાર્યરત થઇ. લોકસત્તાના સહયોગથી પ્રાપ્ત થયેલ નીચેની તસ્વીરમા આ આખી ટીમનુ કામ જોઇ શકાય છે.

jaykishan

પ્રખ્યાત સિતારવાદક ઉસ્તાદ રઇઝ ખા , મશહૂર સેક્સોફોન વાદક મનોહર દાદા (કાળા ચશ્મા લગાયેલ મહાશય), ડ્રમ પર છે ડ્રમબોય ગોવિંદા અને જમણી બાજુ જયકિશનજી. આ સિવાય બીજા અન્ય વાદક કલાકારોએ પણ પોતાનુ હુનર બતાવ્યુ હતુ.

જેમા,

અનંત નૈયર તેમજ રમાકાંત (તબલા)

જોન પરેરા (Trumpet)

એ ડી ટ્રેવર્સ (Bass)

દિલીપ નાયક તેમજ કેસ્ટ્રો (Electric ગિટાર)

સુમંત (Flute)

શાસ્ત્રીય રાગમાં પ્રસિધ્ધ રાગ તોડી, રાગ ભૈરવ, રાગ માલકૌંસ, રાગ કલાવતી, રાગ તિલક કામોદ, રાગ મલ્હાર, રાગ વૈરાગી, રાગ જયજયવંતી, રાગ મિશ્ર પીલૂ, રાગ શિવ રંજની તેમજ રાગ ભૈરવીનો સમાવેશ થાય છે.

આવો આ બધામાંથી “રાગ તોડી” સાંભળીયે. શાસ્ત્રીય સંગીતને સમજતા સમજતા આખી જીન્દગી પસાર થઇ જાય એમ છે. નાની નાની બાબતોને ધ્યાનમાં રાખવાની હોય છે તેમ શાસ્ત્રીય સંગીત જાણનારાઓ પાસેથી જાણવા મળ્યુ. આ બારીકતાને તો આપણે ન ઓળખી શકીએ પણ સિતારમાંથી રેલાતા સુર જ્યારે હવામાં પ્રસરાય છે ત્યારે ખરેખર દિવ્યાનુભૂતિ થાય છે.

આપણને આવા “Indo-Jazz Recording” થી પરિચિત કરાવનાર શ્રી જયકિશનને સલામ !

courtesy

https://dipupatel.wordpress.com/2009/11/12/shankar_jaykishan/

Memoirs of Hasrat on controversies on Shanker & RK

शैलेन्द्र और जयकिशन के जाने के बाद उन्हें और शंकर को को क्यों नहीं मिला राजकपूर के साथ ज़्यादा काम, बता रहे हैं हसरत जयपुरी साहब। इसके अलावा और भी कई विवादस्पद मुद्दों पर हसरत साहब की अंदरूनी बेबाक राय।

These cuttings Courtesy : ज़ेड एच

Z.H.